Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાલોડના મોરદેવી ગામના રોડ ઉપર અકસ્માત,એકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડના કુંભીયા ગામની સીમમાંથી પસાર થતાં વાલોડ મોરદેવી રોડ ઉપર ડંપર ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, વાલોડનાં મોરદેવી ગામનાં મોટું ફળિયામાં રહેતો ધ્રુવિનભાઈ નીતિનભાઈ ચૌધરી (ઉ.વ.24) નાઓ ગત તારીખ 25/11/2023નાં તેના મિત્રની યામહા R15 બાઈક નંબર GJ/19/BK/5367ને લઈ કુંભીયા ગામની સીમમાંથી પસાર થતાં વાલોડ-મોરદેવી રોડ ઉપરથી વાલોડ તરફ જતાં હતા. તે સમયે વાલોડ તફરથી એક ટાટા ડંપર ટ્રક નંબર GJ/06/Z/7126નાં ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ધ્રુવિનભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં ધ્રુવિનભાઈને છાતીના ભાગે તથા શરીરે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચતા પહેલા 108ની મદદથી વાલોડ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લઈ આવતાં ફરજ પરના ડોકટરે ધ્રુવિનભાઈને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ધ્રુવિનભાઈનાં પિતા નીતિનભાઈ ચૌધરી નાંઓએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.