Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : લખાલી ત્રણ રસ્તા પર ટાવેરામાં ગેરકાયદેસર ખેરનાં લાકડા સાથે ચાલક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારાની સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારા વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં તારીખ ૧૧/૦૭/૨૦૨૪નાં રોજ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતા વડપાડા ગામની પ્રાથમિક શાળા પાસે આશરે રાત્રે ૧.૫૦ કલાકે શંકાસ્પદ વાહન નિકળતા સરકારી વાહન દ્વારા પીછો કરતા વડપાડાથી ચીચબરડી થઇ લખાલી ત્રણ રસ્તા પર વાહનને ઉભું રાખતા તેમાં તપાસ કરતા વાહનમાં બિન પાસ પરમીટ વગરનો છોલેલો ઇમારતી ખેર ગેરકાયદેસર રીતે મળી આવતા વાહતુક કરતા ટાવેરા વાહન નંબર GJ/15/BB/1592 જે ખેર મુદ્દામાલ નંગ ૩૨, જેનું ઘ.મી.૧.૦૦૫ મુદ્દામાલ સાથે ચાલક સહિત વાહનની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૩,૪૬૭/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.