Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિને સમજાવી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પલાઈન ટીમ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાનાં એક તાલુકા માંથી પીડિત મહિલાએ 181 અભયમ ટીમને કોલ કરી અને મદદ કરવા અપીલ કરતા 181 ટીમ તરત જ મહિલાએ જણાવેલ સરનામા પર પહોંચી વાતચીત કરતા જાણવા મળેલ કે મહિલાએ તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને લગ્નના બે વર્ષ થયેલ છે. તેમનું એક બાળક છે. લગ્નના થોડા સમય બાદ પતિ ખૂબ જ વ્યસન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને ઘરમાં કે અન્ય ખર્ચ માટે મહિલાને કોઈપણ આર્થિક મદદ કરતા નથી જેથી મહિલાનો પતિ હિરા ઘસવાનું કામ કરવા માટે જાય છે.

પરંતુ ઘર ખર્ચ કંઈ પણ આપતો નથી અને કામ કરે છે અને તે પૈસાનું વ્યસન કરી જાય છે. ઘરે આવીને મારઝૂડ કરે છે તેમજ અપશબ્દ બોલી ગાળાગાળી કરી મારપીટ કરવાની ઘમકીઓ આપે છે. આમ અનેક વાર મહિલાને હેરાનગતિ કરતા હોવા છતાં પણ મહિલા સાસરી પક્ષમાં રહે છે જેમાં તેમનો પતિ વ્યસની હાલત હોવાથી મહિલાએ કેમ વ્યસન કરી દરરોજ હેરાનગતિ કરો છો એમ કહેતા તેમના પતિએ મારપીટ કર્યું હતું. જેથી મહિલાએ 181 ટીમની મદદ માંગી હોવાથી ટીમ ઘટના સ્થળ પર પહોંચી બંને પક્ષની વાતચીત સાંભળી કાયદાકીય સલાહ સૂચન આપી સમજાવેલ અને વ્યસન કરવું એ ગુનો છે અને વ્યસન કરવાથી પોતાના લગ્ન જીવન અને પોતાના શરીરમાં પણ ખૂબ જ ગંભીર અસરો થાય છે.

મોટી બીમારીઓ થવાની પણ સંભાવના રહે છે અને પોતાના બાળકોના અભ્યાસ અને ભવિષ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે માટે વ્યસન ન કરી અને યોગ્ય નોકરી ધંધો કરી પોતાનું અને પોતાના પરિવારનો યોગ્ય ધ્યાન રાખી અને સારી રીતે રહેવા માટે સલાહ આપતા મહીલાના પતિને પોતાનાથી થયેલ ભૂલનો અહેસાસ થતાં મહિલાની માફી માંગી અને હવે પછીથી હેરાનગતિ ન કરવા અને સારી રીતે રહેવા જણાવતા મહિલા પણ પતિને એક મોકો આપવા જણાવતા કાયદાકીય માહિતી આપી હાલમાં બંને પક્ષની મરજીથી સમાધાન કરવામાં આવતા મહિલાએ 181  ટીમ તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.