હવામાન વિભાગ દ્વારા મોસમ માં અચાનક પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું. કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઉનાળા માં માવઠા ના કારણે ખેડૂતો ને પાક માં નુકસાન ની મોટી ચિંતા થઈ રહી છે. ઉનાળા ભર બપોર ની ગરમી માં એકાએક હવામાન બદલાયું છે. આચનકજ વાદળ છાયા વત્રવર્ણ ની બાદ, ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આશરે બે કલાકમા લગભગ દોઢ ઈંચ જેટલા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. ગાજવીજ સાથે બપોરે કમોસમી વરસાદ શરૂ થયો છે. ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.




