ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હાલમાં જ પગની સર્જરી કરાવી છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે.શમીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેના પગનું ઓપરેશન થયું છે. આ સર્જરી સફળ રહી છે. શમીએ હોસ્પિટલમાંથી કેટલાક ફોટો પણ શેર કર્યા. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની આખરે સર્જરી થઈ ગઈ છે.
વર્લ્ડકપ 2023 દરમિયાન તેને ઈજા થઈ હતી જેના કારણે તે ક્રિકેટથી દુર હતો પરંતુ હવે તેમણે તેના ઈજાની સર્જરી કરાવી લીધી છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, ટી 20 વર્લ્ડકપ 2024માં રમતો જોવા મળશે નહિ. સૌથી પહેલા આઈપીએલ રમાશે. જેમાં તે ગુજરાત ટાઈટન્સની ટીમમાં પણ રમશે નહિ.
ભારતમાં રમાયેલા વર્લ્ડકપ 2023માં 7 મેચમાં 24 વિકેટ લેનાર મોહમ્મદ શમીએ સોમવારે 26 જાન્યુઆરીના મોડી રાત્રે આ વાતની જાણકારી આપી કે, તેમણે પોતાનું ઓપરેશન કરાવ્યું છે. શમીએ કેટલાક ફોટો પોસ્ટ કરી લખ્યું “હાલમાં મારી એડીની સર્જરી થઈ છે. તેને સ્વસ્થ થવામાં સમય લાગશે, પરંતુ હું ટૂંક સમયમાં રમતમાં પાછો ફરીશ.” શમીના પગમાં ઈજા થઈ હતી. આપરેશનના કારણે તે આઈપીએલ 2024, ટી 20 વર્લ્ડકપ, જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ સીરિઝ ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે પણ હાજર રહેશે નહિ. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ફિટ થઈ શકે છે.
