Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજસ્થાનના કોટાથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા હતા. હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ બાળકોની હાલત અત્યંત ગંભીર છે. ઘટના બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. હાલમાં પોલીસ ઉપરાંત તબીબી સ્ટાફ, એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે હાજર છે. દુર્ધટનાને કારણે આસપાસના લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. હાલ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ ઘટના કુનહડી થર્મલ ચોક પાસે લગભગ 12:30 વાગ્યે બની હતી. જેના કારણે સ્થળ પર ભાગંભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ દાઝી ગયેલા બાળકોને તાત્કાલિક એમબીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ થયેલા 14 બાળકોમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે.

જણાવવામાં આવી રહ્યું છે કે યાત્રા દરમિયાન ઘણા બાળકો ધજા ફરકાવતા હતા. આ સમય દરમિયાન ધજા ઉપરથી પસાર થઈ રહેલ હાઇટેન્શન વીજલાઇનને સ્પર્શી હતી. શિવ શોભાયાત્રા જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યાંથી પણ પાણી રેલાયેલુ હતું. જેના કારણે વીજકરંટ ઝડપથી ફેલાઈ ગયો અને ઘણા બાળકોને તેની અસર થઈ. ઘટનાની માહિતી મળતાની સાથે જ મેડિકલ ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હાલ 14 બાળકો ઘાયલ થયા છે. પરંતુ આ સંખ્યા વધી પણ શકે છે. વીજ કરંટની ઘટના બનતાની સાથે જ રોષે ભરાયેલા પરિવારજનોએ આયોજકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને મારપીટ પણ કરી હતી. વાસ્તવમાં, દર વર્ષે આ વિસ્તારના લોકો દ્વારા કાલી બસ્તીમાં શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા બાળકો એકલા આવ્યા હતા.

ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો બાળકોને હાથમાં લઈને હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. દરમિયાન ઘાયલ બાળકોના સંબંધીઓને અકસ્માતની  જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આયોજકો સાથે બબાલ કરીને માર માર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોમાં એક બાળક 70 ટકા અને બીજો 50 ટકા દાઝી ગયો હતો. બાકીના બાળકો 10 ટકા સુધી દાઝી ગયા હતા. તમામની ઉંમર 9 થી 16 વર્ષની વચ્ચે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આયોજકોની બેદરકારીના કારણે આ ઘટના બની છે. તેણે બાળકો પર ધ્યાન આપવું જોઈએ. બીજી તરફ ઘટનાની જાણકારી મળતા જ લોકસભા સ્પીકર ઓમ બિરલા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની ખબર-અંતર પુછી હતી. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા સ્પીકરે કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરાવશે. જો બાળકોની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેમને સૌથી મોટી હોસ્પિટલમાં પણ રિફર કરવાની જરૂર પડે તો તેમને ચોક્કસપણે રિફર કરવામાં આવશે. હાલમાં અહીં બાળકોને સારી સારવાર પણ મળી રહી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!