Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : જુગાર રમતા એક મહિલા સહીત ત્રણ જણા ઝડપાયા, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરના હાથી ફળિયું ટેકરા ઉપર રહેતી એક મહિલાનાં ઘરની બહાર બેસી વગર પાસ પરમિટે જુગાર રમતા એક મહિલા સહીત ત્રણ જણા જુગાર રમતા ઝડપાયા હતા, જયારે જુગાર રમાડનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મંગળવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં હાથી ફળિયામાં રહેતી મહિલા સોનલબેન સુરેશભાઈ પટેલ નાની પોતાના ઘરની બહાર બેસી લાઈટનાં અજવાળે મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી ત્યાંથી જુગાર રમતા એક મહિલા સહીત ત્રણ જણા જુગાર રમતા ઝડપાય હતા, જયારે એક વોન્ટેડ છે. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં કાગળ, આંકો લખેલ કાપલીઓ, બોલ પેન અને અલગ-અલગ દરની ચલણી નોટ મળી રૂપિયા 11,630/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ એક મહિલા સહીત ત્રણ જણા સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘરની બહાર બેસી જુગાર રમતા ત્રણ ઝડપાયા…

1.સોનલબેન સુરેશભાઈ પટેલ (રહે.હાથી ફળિયું, ટેકરા ઉપર, સોનગઢ),

2.સુરેશભાઈ સોમાભાઈ કોંકણી (રહે.હાથી ફળિયું, સોનગઢ),

3.શિવકુમાર વિનાયક કોરે (રહે.ડેપો ફળિયું, સોનગઢ) અને

4.વોન્ટેડ જયેશ ઉર્ફે જગ્ગુ મોહનભાઈ શીમ્પી (રહે.હાથી ફળિયું, સોનગઢ).