Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસ છોડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દકીએ પણ હવે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. ગુરુવારે કોંગ્રેસ પાર્ટીમાંથી તેમણે તેમનુ રાજીનામુ આપ્યુ છે. 48 વર્ષ સુધી સતત કોંગ્રેસના સદસ્ય રહ્યા બાદ હવે તેમણે પાર્ટી છોડી દીધી છે. તેમના આ નિર્ણયે સહુ કોઈને ચોંકાવી દીધા છે. રાજીનામુ આપ્યા બાદ તેમણે જણાવ્યુ કે એવુ ઘણુ છે જે તે જણાવવા માગે છે. પરંતુ કહેવાય છે કે કેટલીક વાતો વણકહેવાયેલી રહે તો જ સારુ. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પોસ્ટમાં પૂર્વ રાજ્યમંત્રી સિદ્દીકીએ જણાવ્યુ કે ‘એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયા હતા અને 48 વર્ષો સુધી ચાલનારી આ એક મહત્વપૂર્ણ યાત્રા રહી છે.

આજે તત્કાલ પ્રભાવથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામુ આપી રહ્યો છુ.’ બાબા સિદ્દીકીએ કહ્યુ નિર્ણય મે સમજી વિચારીને લીધો છે. જો કે હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે સિદ્દીકીના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થવાની અટકળો છે. સિદ્દીકી અને તેમના ધારાસભ્ય પુત્ર જીશાનની એક ફેબ્રુઆરીએ પવાર સાથેની મુલાકાત બાદ આ અટકળો લગાવવામાં આવી રહી હતી. બાંદ્રા પશ્ચિમથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચુકેલા સિદ્દીકી પૂર્વ રાજ્યમંત્રી હતા.

તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ ડિવિઝનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમણે રાજનીતિની શરૂઆત એક વિદ્યાર્થી નેતાના રૂપે કરી હતી અને પ્રથમવાર બીએમસીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સિદ્દીકી વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના અધ્યક્ષ આશીષ શેલાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!