Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સિંઘમ અગેઈન ફિલ્મના એક સીનની શૂટિંગ દરમિયાન અજય દેવગન ઈજાગ્રસ્ત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક સમાચાર આમે આવ્યા છે જેનાથી તેના ફેન્સની ટેન્શન વધી શકે છે. જાણવા મળી રહ્યું છે કે અજય ફિલ્મના એક સીનની શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.

મળેલા અહેવાલો મુજબ અજય દેવગન, રોહિત શેટ્ટી અને તેની ટીમ સાથે વિલે પાર્લેમાં શૂટિંગ કરી રહ્યો હતો. અજય એક કોમ્બેટ સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે તેના ચહેરા પર ફટકો વાગી ગયો જેના કારણે તેની આંખમાં ઈજા થઈ હતી. ઈજા બાદ અજય દેવગને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડૉક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ સમય દરમિયાન રોહિતે તેના કામને અસર ન થવા દીધી અને બાકીના સીનનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

અજય થોડો સ્વસ્થ થયા પછી તેણે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.