Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે દિવ્યાંગ મતદારો માટે ‘મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાની નિઝર વિધાનસભા ૧૭૨માં નોંધયેલા દિવ્યાંગ મતદારો માટે ઉચ્છલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ PWDના નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ‘દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન-૨૦૨૪’ હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ને અનુલક્ષીને ઉચ્છલ તાલુકાનાં દિવ્યાંગ મતદારો માટે, તાલુકા સેવા સદન ઉચ્છલ ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં વધુમાં વધુ દિવ્યાંગોજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોધાવે તે માતે સૌને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ૮૦ જેટલા દિવ્યાંગજનો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં તાપી જિલ્લા PWD નોડલ અધિકારી દ્વારા ચુંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદાતાઓને મતદાન કેન્દ્ર ખાતે પુરી પાડવામાં આવતી વિશેષ સુવિધાઓ, જેમ કે વ્હીલચેરની વ્યવસ્થા, સહાયકની વ્યવસ્થા,બ્રેઈલ લિપિ, સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) તેમજ વાહન વ્યવહારની વ્યવસ્થા, અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સાથે દિવ્યાંગ મતદારોની સુવિધાઓ પર પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કેન્દ્રસ્થાને રાખીને ‘સક્ષમ’ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે તે અંગે પણ માહીતી પુરી પાડવામાં આવી હતી. ઉચ્છલ મામલતદાર દ્વારા દિવ્યાંગમતદારો પોતાના મતાધિકારનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે SWEEP કાર્યક્રમ થકી માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ ફોર્મ ૧૨-D અંતર્ગત દિવ્યાંગજનો ઘર બેઠા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે, તે અંગે પણ સંપુર્ણ માહિતી પુરી પાડવમાં આવી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!