Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નાસતો ફરતો વોન્ટેડ આરોપી તાપી એલસીબીના હાથે ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીમાં ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં સંડોવાયેલો અને નાસતો ફરતો વોન્ટેડ આરોપીને તાપી એલસીબીએ વ્યારાના ચીખલદા પાસેથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ શુક્રવાર નારોજ પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નવસારી જિલ્લા ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગણેશભાઈ ગુત્ટે રહે,વેજલપુર શિવાજીચોક-નવસારી,નો કાર નંબર જીજે/૧૬/એએ/૬૦૩૮માં તાપી જિલ્લા તરફ આવ્યો છે,.

જે બાતમીના આધારે જ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, દરમિયાન વ્યારાના ચીખલદા ગામની નહેર પાસેથી વોન્ટેડ આરોપી ગણેશભાઈ ગુત્ટેને ઝડપી પાડી તેની પૂછ પરછ કરતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાની કબુલાત કરી હતી. આ મામલે તાપી એલસીબીએ પકડાયેલા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.