Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જેને પણ ભિખારી પાકિસ્તાનના નારા લગાવવા હોટ તો ત્યાં રહે અને ભારત પર બોજ ન બને: યોગી આદિત્યનાથ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં આવેલ નાનપરામાં લોકસભા ચૂંટણી ના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે તેમની સાથે મહારાજા સોહેલ દેવે સૈયદ સલાર મસૂદ ગાઝી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે. આવા લોકોને કહો કે જો તમે પેલા ભિખારી પાકિસ્તાનના નારા લગાવો તો ત્યાં રહે અને ભારત પર બોજ ન બનો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિરોધીઓ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સરકારમાં વિસ્ફોટ થતા હતા. જ્યારે જનતા પ્રશ્નો પૂછતી ત્યારે સપા અને કોંગ્રેસના લોકો કહેતા કે આ ઘટનાઓ સરહદ પારથી થઈ રહી છે. આજે જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે પાકિસ્તાન સ્પષ્ટતા કરે છે કે અમે કંઈ કર્યું નથી. ભારત પોતાની બાજુથી કોઈને ચીડતું નથી, પરંતુ જો કોઈ ભારતને ચીડવે તો તેને પણ છોડતું નથી.

મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથે વધુમાં લોકોને જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીની સરકાર વખતે યુવાનોના હાથમાં પિસ્તોલ હતી. તેમની સરકારમાં ગુંડાઓ અને માફિયાઓ વિવિધ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરતા હતા, પરંતુ ભાજપ સરકારમાં માફિયાઓ અને ગુંડાઓ જાણે છે કે આમ કરવાથી તેમની અંતિમ યાત્રા નિકળશે. સીએમ યોગી બહરાઈચના નાનપરામાં નાનપારા સઆદત ઈન્ટર કોલેજમાં બહરાઈચ લોકસભાના ઉમેદવાર આનંદ ગૌરના સમર્થનમાં વોટ માંગવા પહોંચ્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!