Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોમ્બેના એક ડોક્ટરે જૂનાગઢના જે.કે.સ્વામી સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે આવેલ જમીનને લઈને સ્વામિ નારાયણ સંપ્રદાય વિવાદમાં સપડાયોછે.  પોઈચામાં સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટની જેમ રીંઝામાં પણ આ પ્રકારના પ્રોજેકટ બનાવવા મામલે જમીનના વેચાણમાં છેતરપિંડી થયાની બોમ્બેના એક ડોક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. રીંઝા ગામમાં  700 વિઘા જમીનના સોદામાં મધ્યસ્થી તરીકે ચાર ભાગીદારો વચ્ચે 25-25 ટકા નફો વંહેચવામાં આવશે. જમીનની વંહેચણી કરી નફાની લાલચ આપી સ્વામિનારાણ સંપ્રદાયના સાધુઓએ પુણા બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર અને પિતરાઈ પાસેથી રૂ.1.70 કરોડ પડાવ્યા. ડોક્ટરે આ મામલે જૂનાગઢના મંહત જે.કે.સ્વામી સહિત અન્ય  ફરિયાદ કરવામાં આવી હતી.

વાસ્તવમાં બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર બાલકૃષ્ણ બાલુભાઈ હડીયાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી. જેના બાદ ડોક્ટર અને સાધુઓ વચ્ચે સમાધાન કરાર થયો હતો. જેમાં તેમને પ્રારંભમાં રૂ.36.75 લાખની ચૂકવણી કરાઈ હતી. અને એ સમયે સમાધાન કરારમાં રૂ.1.34 કરોડ પરત કરવાનું નિશ્ચિત થયું હોવા છતાં આજના દિવસ સુધી સાધુઓ અને દલાલ દ્વારા કરાર મુજબના રૂપિયા પરત નહી અપાતા ડોક્ટરે વરાછા પોલીસ સ્ટેશનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જે.કે.સ્વામી અને બે દલાલ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી. જણાવી દઈએ કે ડોક્ટર બાલકૃષ્ણપુણા બોમ્બે માર્કેટ રોડ પરની વિવેકાનંદ સોસાયટીમાં ક્લિનીક ચલાવે છે.

ડોક્ટર મૂળ મહુવા તાલુકા ખુટવાડાના રહેવાસી છે. ડોક્ટરની 2015માં મિત્રની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે સુરેશ ઘોરી સાથે મુલાકાત થઈ બાદમાં મિત્રતા થઈ. સુરેશ ઘોરી સાથે મિત્રતા થયા બાદ ઘોરીએ આણંદના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત જે.કે.સ્વામીપોઈચા ગામમાં સ્વામીનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ બનાવવા માંગે છે તેવી ઇચ્છા વ્યક્ત કરી. દરમ્યાન તેમણે કહ્યું કે જમીન વેચવાળા તૈયાર છે અને જમીન લેવા વાળા તૈયાર છે.

મહંત જે.કે.સ્વામીએ પ્રત્યક્ષ જમીન ખરીદવાના બદલે મધ્યસ્થી રાખવા કહ્યું જેથી મધ્યસ્થીને પણ લાભ મળે. મધ્યસ્થી તરીકે ડોક્ટર બાલકૃષ્ણ અને તેમનો પિતરાઈ ભાઈ કેતરહડીયા વચ્ચે રહ્યા. અને તેઓ 2016માં રીંઝા ગામ ખાતે સુરેશ ઘોરી સાથે જમીન જોવા ગયા. ત્યાં તારાપુર ચોકડી પાસે તેમનો પરીચય સ્નેહલ નામના વ્યક્તિ સાથે કરાવ્યો. ત્યાં તેમણે રીંઝા ગામમાં નદી કિનારે જમીન જોઈ. પછી જે.કે.સ્વામી સામે મુલાકાત કરી. સુરેશભાઈ ઘોરીએ કહ્યું કે 700 વિઘા જમીન જુદા-જુદા ખેડૂત પાસેથી ખરીદવાની છે અને દસ્તાવેજ તૈયાર થાય એટલે જમીનનો ભાવતાલ નક્કી કરી ખરીદી કરીએ. તમામ બાબતો નક્કી થયા બાદ સ્વામીએ જમીનનું 25 ટકા પેમેન્ટ મોકલવા કહ્યું.

જેથી ડોક્ટર બાલકૃષ્ણએબાના પેટે રૂ.1 લાખ સુરેશ ભરવાડને આપ્યા. પરંતુ ત્યારબાદ સ્વામીના આગ્રહથી તેમણે અને તેમના પિતરાઈ ભાઈ કેતન હડિયાએ રોકડા રૂ.1 કરોડ એપ્રિલ 2016માં સુરેશ ભરવાડને રૂ.100ના સ્ટેમ્પ પેપર ઉપર 700 વિઘાજમીનના સર્વે નંબરની માહિતી સાથે લખાણ કરીને આપ્યા હતા. જેના બાદ ડોક્ટરે વારંવાર ઉઘરાણી કરતા માત્ર એક વખત સ્વામીએ આંગડિયા મારફતે રૂ.5 લાખ મોકલાવ્યા. ત્યારપછી તેમણે કહ્યું કે કેનેડાના હરિભક્તો તેમના ડાયરેક્ટ એકાઉન્ટમાંપેમેન્ટ કરશે તેવા વાયદા કર્યા. તેમના એકાઉન્ટમાં પૈસા આવ્યા પરંતુ આરબીઆઈમાં અટવાયા અને સેટિંગ કરવું પડશે તેમ કહી ડોક્ટર પાસેથી 50 લાખ રૂપિયા દિલ્હી ખાતે વિવેક અને દર્શન શાહના નામે આંગડિયા કરાવ્યા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!