નર્મદા જિલ્લામાં આગામી તા.૬ માર્ચના રોજ જિલ્લાની ૨ વિધાનસભા મત વિસ્તાર રાજપીપલા છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિધાલય સંકુલ તેમજ દેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની લાભાર્થી બહેનોની હાજરીમાં “નારી શકિત વંદના કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. “નારી શક્તિ વંદના કાર્યક્રમ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીનાં સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમગ્ર કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા તમામ અધિકારીશ્રી/કર્મચારઓએ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક ફરજો બજાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં પાર્કિંગ સ્થળ તેમજ અન્ય તમામ સ્થળો ખાતે કાયદો અને વ્યવસ્થાની જાણવણી, સ્ટેજ વ્યવસ્થા, નાગરીકોને લાવવા/લઈ જવાની અને બેસવા તેમજ જમવા/પાણી માટેની વ્યવસ્થા, પાર્કિંગની કામગીરી સહિતની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવ્યું હતું.




