વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને HMAI વ્યારા યુનિટ દ્વારા તારીખ 10/04/2024નાં રોજ ‘વિશ્વ હોમિયોપેથિક દિવસ’ની ઉજવણીનાં ભાગરૂપે ‘વક્તૃત્વ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ડો.વી.એસ.ગામીત દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ ‘માં સરસ્વતી’ અને ડો.હનિમેનને પુષ્પાંજલિ અને દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ડો.પી.આર.પટેલ-હોમિયોપેથિક મટેરિયા મેડિકા વિભાગના પ્રોફેસર, ડો.એ.એસ.અમલા-હોમિયોપેથિક ફાર્મસી વિભાગનાં પ્રોફેસર, ડો.જે.જે.જૈન- એનાટોમી વિભાગના પ્રોફેસર, નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. ડો.ડી.સી.ગવલીએ હનિમેનિયન શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતે ડો.સેમ્યુઅલ હનિમેનના 269માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે કેક કાપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કોલેજ તરફથી પ્રમાણપત્ર અને ઈનામ તથા ટોકન ઓફ ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ ડો.સ્વપ્નીલ ખેંગાર દ્વારા કરવામાં આવી હતી અને અંતે મીઠાઈ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ડો.જ્યોતિ રાવના સફળ માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.




