Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતીયોઓએ વિદેશ નીતિમાં વધારે રસ લેવો જોઈએ : વિદેશ મંત્રી એસ જયશંકર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં શનિવારે એક ઈવેન્ટમાં વાત કરતા વિદેશ નીતિ અને તેને સમજવાની જરૂરિયાત પર ભાર મુક્યો. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું દરેક ભારતીય માટે વિદેશ નીતિ અને વૈશ્વિક બાબતોને સમજવી અને તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. એસ. જયશંકરે કહ્યું કે નિશ્ચિત રૂપે તમામ ભારતીયોને વિદેશ નીતિમાં વધારે રસ લેવાની જરૂર છે. દુનિયાભરમાં આ સામાન્ય ધારણા છે કે વિદેશ નીતિ ખુબ જ જટીલ હોય છે, જેની જવાબદારી કેટલાક લોકો પર છોડી દેવામાં આવવી જોઈએ.

વિદેશ નીતિની સમજ હોનાની જરૂરિયાત પર જાણકારી આપતા એસ.જયશંકરે કહ્યું કે કોવિડનો સમય યાદ કરો, જ્યારે સમગ્ર દુનિયામાં ફેલાયેલી એક મહામારીએ કોઈ દેશ, કોઈ વ્યક્તિને બાકી રાખ્યો નહતો. વિદેશ મંત્રીએ કહ્યું કે કોવિડે બતાવ્યું કે ભલે કોઈ વ્યક્તિને દુનિયામાં કોઈ રસ ના હોય પણ દુનિયામાં કંઈક બને છે તો તેની અસર તમારા જીવન પર જરૂર થશે. તેમને કહ્યું કોવિડે બતાવ્યું કે તમે ભારતના કોઈ વિસ્તારમાં રહેતા વ્યક્તિ છો, જેને દુનિયામાં કોઈ રસ નથી, છતાં જ્યારે આ રોગ આખી દુનિયામાં ફેલાઈ ગયો ત્યારે તમને પણ ચેપ લાગ્યો.

ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ પર પ્રકાશ પાડતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સમયની સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક આપત્તિ અને સંકટ સમયે સમગ્ર વિશ્વને મદદ કરવા આગળ આવ્યું છે. ભારતે 100થી વધારે દેશને વેક્સિન આપી. વિદેશ મંત્રીએ કહ્યું કે સમગ્ર દુનિયાને લાગી રહ્યું હતું કે કોવિડ 19થી ભારત સૌથી વધારે પ્રભાવિત થશે, કારણ કે અમારી જનસંખ્યા સૌથી વધારે છે અને એક સમયે ના આપણી પાસે માસ્ક હતા, ડોક્ટરોની પણ અછત હતી પણ ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ના માત્ર પોતાને સંભાળ્યા પણ સમગ્ર દુનિયાને મદદ પણ કરી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!