Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોંગ્રેસે ભાજપના પરભુ વસાવા સામે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં સમીકરણો બદલાતા વાર લાગતી નથી. એક સમયના મુખ્યમંત્રીને હરાવી આદિવાસી નેતા તરીકે ઝંડા ગાડનાર અમરસિંહ ઝેડ ચૌધરીના દીકરા સિદ્ધાર્થ ચૌધરીને કોંગ્રેસે ભાજપના પરભુ વસાવા સામે ટિકિટ આપી છે. સિદ્ધાર્થ ચૌધરીના દાદા પણ આદીવાસી સમાજના બહુમોટા નેતા હતા. 1990માં  અમરસિંહ ચૌધરી દરેક સરકારમાં તેઓ મંત્રી બનતા રહ્યા હતા અને આખરે 1985થી 1989 સુધી ચાર વર્ષ મુખ્ય મંત્રી રહ્યાં હતા પણ 1990ની ચૂંટણીમાં પ્રથમવાર હાર્યા હતા.  ગુજરાતમાં વર્ષ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 33સીટ જીતી હતી. જનતા દળે 70 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જનતા દળના ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

જો કે, તે જ વર્ષે ચીમનભાઈ પટેલે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યોના સપોર્ટથી પદ પર રહ્યા હતા. વર્ષ 1994માં ચીમનભાઈ પટેલનું અવસાન થતા કોંગ્રેસના છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.  અમરસિંહ ચૌધરી સૌપ્રથમ વ્યારા તાલુકા યુવક કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. 1972ની વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા અને પ્રધાનમંડળમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ જાહેર બાંધકામ વિભાગના નાયબમંત્રી બન્યા. ત્યારપછી વ્યારા મતવિસ્તારમાંથી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહ્યા.

1985માં અનામત વિરોધી આંદોલનને કારણે મુખ્યમંત્રી માધવસિંહને રાજીનામું આપવું પડ્યું ત્યારે તેમનું સ્થાન અમરસિંહ ચૌધરીએ લીધું. તેઓ 1990 સુધી મુખ્યમંત્રી રહ્યા. પણ 1991ની વિધાનસભામાં વ્યારા મતવિસ્તારમાંથી તેઓ પરાજિત થયા આદિવાસી વિસ્તારમાંથી આવેલા અને સિવિલ એન્જિનિયર બનેલા અમરસિંહ સૌમ્યભાષી હતા. વહીવટનો અનુભવ પણ હતો અને તે સાથે 44 વર્ષની ઉંમરે તેમને મુખ્ય મંત્રીપદ તાસકમાં મળ્યું હતું. ગુજરાતના એ સીએમ અમરસિંહ ચૌધરીને હરાવનાર અમરસિંહ ઝેડ ચૌધરીનો દીકરો હાલમાં કોંગ્રેસમાંથી બારડોલી સીટ પરથી ઉભો રહ્યો છે. સિદ્ધાર્થ ચૌધરી તાપી જિલ્લામાંથી આવે છે.

સિદ્ધાર્થ ચૌધરી માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. તેઓ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે.  સિદ્ધાર્છ ચૌધરી આદિવાસી સમાજમાં સારી પકડ ધરાવે છે. ભાજપના પરભુ વસાવા માટે આ ચૂંટણી કાંટાની ટક્કર બની શકે છે. સોશિયલ મીડિયાના શોખિન પરભુ વસાવા ઘણા એક્ટિવ છે. નાની નાની એક્ટિવીટી સતત મૂકતા રહે છે. જેઓના દિલ્હી હાઈકમાન અને પાટીલ સાથે સારા સંબંધોનું ઇનામ મળ્યું છે.  ભાજપે બારડોલી પરભુ વસાવાને ટિકિટ આપી ‘નો રીસ્ક’ મંત્ર અપનાવ્યો છે.

ભાજપને એ ભરોસો છે કે મતોની ટકાવારીમાં થયેલા વધારાને કારણે આ વખતે પાંચ લાખથી વધુ મતથી બારડોલી બેઠક જીતી જઈશું એટલે વિરોધ વચ્ચે પણ ફરી વખત પ્રભુ વસાવાને ઉમેદવાર જાહેર કરી કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવાનું ટાળ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સાત બેઠકોની મતોની ટકાવારી જોતાં ભાજપ માટે આ બેઠક સલામત છે. જોકે, ભાજપે પરભુ વસાવા સામે કદાવર નેતા ઉભો રાખ્યો છે. પરભુ વસાવાને 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ નડી શકે તેમ છે.

જોકે બીજી તરફ પ્રભુ વસાવાની ઉમેદવારીથી ભાજપના જ અનેક નેતાઓ નારાજ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.  સ્થાનિકોનું કહેવું છે કે, તેમની બે ટર્મ દરમિયાન તેઓ માંડવીની બહાર નીકળી જ શક્યા નથી. તેમની કામ કરવાની પદ્ધતિને લઇને પણ લોકોમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. જોકે તેમની પુનઃ પસંદગી ભાજપને કેટલી ફળે છે તે જોવું રહ્યું. ભાજપે સ્થાનિકમાં નારાજગીને અવગણીને રિસ્ક લીધું છે. દિલ્હી અને બારડોલી વચ્ચે આંટાફેર કરતા અને સૌશિયલ મીડિયાના શોખિન પરભુ વસાવાને ટિકિટ ભાજપને કેટલી ફળે છે એ તો આગામી સમય બતાવશે પણ સિદ્ધાર્થ ચૌધરી ભારે પડશે એ નક્કી છે. જેના પિતાએ એક સમયના સીએમને હરાવી જાયન્ટ કિલર બન્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!