તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ તથા ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીને મહારાષ્ટ્રના નંદુરબામાંથી ચોરાયેલ મોબઈલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પેરોલ ફલો સ્કોર્ડ તથા એલ.સી.બી./ટેકનીકલ સ્ટાફના પોલીસ માણસોને ટેકનીકલ સર્વેલન્સના આધારે બાતમી મળેલ હતી કે, ઉચ્છલ પોલીસ મથકે મોબઈલ ચોરી અંગે નોંધાયેલ ગુનાનો આરોપી રીઝવાન સાહબુદ્દિન શેખ (રહે.કુરેશી મહોલ્લો, ધાનોરા, નંદુરબાર)ને બાતમીવાળી જગ્યાએથી Oppo કંપનીનો મોડેલ નંબર A15s એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા 13,900/- સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.
