Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડમ્પર અડફેટે બુલેટ પર સવાર બે વિધાર્થી પૈકી એકનું મોત, એક સારવાર હેઠળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડના ગ્રામ્ય વિસ્તારની ફણસવાળા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-11ના બે વિદ્યાર્થીઓ શાળાએ બુલેટ પર આવ્યા હતા અને શાળાથી બુલેટ પર સવાર થઇ ઘરે પરત થઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ડમ્પર ચાલક સાથે તેમનો અકસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં બે પૈકી એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્યને ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, વલસાડના કલવાડા ગામે આહિરવાડમાં રહેતા હેમિલ મનીષભાઇ આહીર અને અભય મુકેશભાઇ આહીર બુલેટ પર સ્કૂલે ગયા હતા. તેઓ ફણસવાળા હાઇસ્કૂલમાંથી છૂટી પોતાના ઘરે પરત થઇ રહ્યા હતા તે સમયે એક ડમ્પર નંબર GJ/19/X/9029નાં ચાલકે તેમને અડફેટે લીધા હતા. તે દરમિયાન હેમિલ આહીરને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે તેના મિત્ર અભયને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. આ ઘટના અંગે હેમિલના પરિવારજનોએ ડમ્પર ચાલક વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.