Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભાવનગર : જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં, એકનુ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગરમાં નદીમાં નાહવાપડેલા બાળકોના ડૂબી જવાનો કરુણ બનાવ બન્યો હતો જેમાં વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાંહતા. જલાલપર ગામે આવેલી કેરી નદીમાં નાહવાપડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળકને બચાવી લેવાયો છે. જ્યારે નદીમાં ડૂબી જવાથી 15 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના ની જાણ થતાંની સાથેજ આખા ગામમાં શોક નું મોજું ફરી વળ્યું હતું. મૃતક બાળકનું નામ પરેશ અરવિંદભાઈ સોલંકી ઉંમર વર્ષ 15 હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાળકના મૃતદેહને પી.એમ. અર્થે વલ્લભીપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા.