જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા ચાલી રહેલી મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ અંતર્ગત સરકારી પી.આર.ટ્રેનીંગ કોલેજના પ્રથમ વખત મતદાન કરનાર તાલીમાર્થીઓએ 714 નાગરિકોને અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવ્યા તથા ભવ્ય રેલી કાઢીને અને સિગ્નેચર અભિયાન યોજીનેમતદારોને મતદાન કરવા જાગૃત કર્યાં હતા.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ નોડલ ઓફિસર ડો.એમ.આરકુરેશી અને ડી.એચ.અમીનની ઉપસ્થિતિમાં રાયખડ ખાતે આવેલી પી.આર ટ્રેનીંગ ડી.એલ.એડ કોલેજના પ્રથમવાર મતદાન કરનાર તાલીમાર્થી ભાઈઓ/બહેનોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા તેમજ 152 તાલીમાર્થીઓએ ભવ્ય રેલી દ્વારા નાગરીકોને અવશ્ય મતદાનનો સંદેશ આપ્યો હતો. રાયખડ વિસ્તારમાં તાલીમાર્થીઓ દ્વારા 714 નાગરિકોને અવશ્ય કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપીને તા.7 મેના રોજ અવશ્ય મતદાન કરવા પ્રેર્યા હતા. મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ/બહેનોએ મતદાન જાગૃતી સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાયા હતા. કોલેજના આચાર્યશ્રી ઝલકબહેન શેઠ અને સમગ્ર સ્ટાફે તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
