મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સાંઢકુવા ગામનાં ડેરી ફળિયામાં રહેતા જમુભાઈ નરેશભાઈ ગામીત નાંઓની બાઈક નંબર GJ/26/L/4296ને તેમનો દીકરો તેજસ ગત તારીખ 24/02/2024નાં રોજ ઘાંચીકુવા ગામે મંજુબેન ગોવિંદભાઈ ગામીતનાં ઘરે લગ્ન પ્રસંગમાં તેમની બાઈક લઈ ગયા હતા અને ત્યાં પહોંચી બાઈક પાર્કિગમાં પાર્ક કરી લગ્ન મંડપમાં ગયા હતા અને બાદમાં મોડી રાત્રે ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે પાર્કિગમાં બાઈક લેવા ગયા તો બાઈક પાર્ક કરીએ હતી તે જગ્યા પર હતી જેથી ઘાંચીકુવા ગામમાં ને આસપાસ બાઈકની તપાસ કરતા આજદિન સુધી બાઈક મળી ના હતી. બનાવ અંગે જમુભાઈ ગામીત નાંએ તારીખ 09/04/2024નાં રોજ બાઈક જેની કિંમત રૂપિયા 12,000/- છે જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં અજાણ્યા ચોર સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



