મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફ્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે સોનગઢ ઓટા ચાર રસ્તા ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિકાસ ઉર્ફે વિક્કી રામલાલ વળવી (રહે.નાવલી ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાને ઝડપી પાડ્યો હતો તેમજ આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
