ગીર (GEER) ફાઉન્ડેશન, ગાંધીનગર પ્રેરિત અને ડાંગ વન વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ઉત્તર ડાંગ વન વિભાગમા સમાવિષ્ટ મહાલ કેમ્પ સાઇટ ખાતે “CAPACITY BUILDING ECO CLUB ONE DAY TEACHERS TRAINNING”નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકએ જણાવ્યુ હતુ કે, પર્યાવરણ સંરક્ષણમાં શિક્ષકો દ્વારા ડાંગ જિલ્લાના બાળકોમાં પ્રકૃતિ સંવર્ધન ઝડપથી લાવી શકાય એ હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં અન્ય જિલ્લાની સરખામણીએ, ડાંગ જિલ્લાના શિક્ષકોનો બહુમુલ્ય ફાળો રહ્યો છે, તેમ જણાવી સૌ શિક્ષકોને પ્રકૃતિ શિક્ષણની કામગીરી અંગે બિરદાવ્યા હતા. ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદીએ, જિલ્લામા ઇકો ક્લબ અંતર્ગત શાળાઓ સુઘી બાળકોમાં પ્રકૃતિ સંવર્ધન અને સંરક્ષણના સુચનો તેમજ માર્ગદર્શન માટે પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, પાણીની બચત, કચરાનું રિસાયકલિંગ, જમીનનું રક્ષણ, પક્ષીઓના કાયમી વસવાટ અને જતન માટે પ્રાથમિક કક્ષાએ ઉકેલ માટે ઝીણવટભર્યુ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના આસીસ્ટન્ટ પોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી ભાવેશભાઈ ત્રિવેદી, તથા શ્રી અશોકભાઈ પાંભર દ્વારા તમામ શાળાઓને ઇકો કલબની પ્રવૃત્તિનુ પોર્ટલ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન ટ્રેકિંગ વડે પ્રકૃતિના સોંદર્ય એવા પક્ષીઓ, વૃક્ષો, અને પાણીના જતન માટે મહાલ કેમ્પ સાઇટમાંથી ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. ગીર ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિત તમામ શિક્ષકો અને આમંત્રિત સૌને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર વર્કશોપનું આયોજન અને સંચાલન ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.




