Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકા ગેરકાયદે રહી ભારત આવેલા વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે મુસાફર પકડાયો હતો. કતાર એરવેઝની ફ્લાઈટમાં યુવક યુએસથી અમદાવાદ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં નરહરી પટેલ નામનાં યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે. મોહમદ વાસીદ ગોરીના નામના પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. ઈમિગ્રેશન વિભાગે અમેરિકાથી અમદાવાદ આવેલા પંકજ પટેલને નકલી પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. 50 વર્ષીય આરોપી મૂળ કડીના ઝુલાસણનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ.કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો.