Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મોંની રોયની તાજેતરનું ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલ જીતી લેનાર મૌની રોય ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની રોય ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં મૌની રોય વ્હાઈટ સાડી અને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં મૌની રોય ખુરશી પર બેસીને એક અદ્ભુત પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયે ઈયરિંગ્સ અને હેવી નેકલેસ સાથે તેના ટ્રેડિશનલ લુકને કમ્પલીટ કર્યો છે. મૌની રોયની આ તસવીરો પર દિશા પટણી અને સોનમ બાજવાએ કોમેન્ટ કરી અને લખ્યું- સો બ્યૂટીફુલ, સુંદર.  તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે.