Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કર્યું : દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે.

હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે. પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જો કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે. આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને જો દોષિત ઠરશે તો 1 કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે. ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.