ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હાલમાં તેણે પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં હિના ખાન ક્રીમ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જેની સાથે તેણે મેચિંગ પિંક દુપટ્ટો પણ કૈરી કર્યો છે. હિના ખાને ઈયરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો. તસવીરો શેર કરતી વખતે હિના ખાને કેપ્શન લખ્યું છે કે ફિટ ચેક.. સિમ્પલ અને એલિગન્ટ.. ટ્રેડિશનલ વેર નેવર ગોસ રોન્ગ. સ્મોકી અને ન્યૂડ મેકઅપ સાથે હિના ખાને કેમેરા માટે ઘણા અલગ અલગ પોઝ આપ્યા. હિના ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ ગોર્જીયસ, પ્રિટી, માશા અલ્લાહ, સુંદર, વાહ અને ખૂબસૂરત જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે.




