નીટની પરીક્ષા કૌભાંડને લઇને પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે. 7 લાખ રોકડ રકમ અને કારની આર સીબુક અને મોબાઇલ કબજે કર્યો છે. રવિવારે લેવાયેલીનીટ ની પરીક્ષામાં ઉંચામાર્કસ મેળવવા માટે પૈસા નક્કી કરાયા હતાં. જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખનો કૌભાંડ નક્કી થયાનો ઘટસ્ફોટ થયો હતો. ગોધરાની જય જલારામ સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તુષાર ભટ્ટ. જે તુષાર ભટ્ટ સહિત 3 શખ્સો સામે નીટ ની પરીક્ષામાં કૌભાંડ આચરવાની કોશિશને લઇ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ દ્વારા તુષાર ભટ્ટના બે ફોનની તપાસ કરતા એક ફોનમાંથી વ્હોટ્સએપ ચેટ મળી હતી. જેમાં પરશુરામ રોય નામની ચેટમાં ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીના નામ, રોલ નંબર અને પરિક્ષા કેન્દ્રનું સરનામું હતું. ત્યારબાદ અન્ય મેસેજમાપરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પુછતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. એટલું જ નહીં તુષાર ભટ્ઠની લાખ રૂપિયા મળી આવ્યાં છે.
આ કૌભાંડ ની વાત કરી તો જે વિદ્યાર્થીને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મુકી દેવાના હતા. જે પરિક્ષા પુર્ણ થયા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીના જવાબ લખી આપવાનું નક્કી થયું હતું અને 6 પરીક્ષાર્થીના નામનું લીસ્ટ ગોધરાના આરીફ વોરા નામના ઈસમે આપ્યું હતું. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ.10 લાખ પાસ કરવા નક્કી કર્યા હતા.તો વડોદરાની ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયનું નામ પણ ખુલ્યું છે.




