મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં હિંદલા ગામ અને મેઢા ગામની વચ્ચે હાઈવે ઉપર આવતાં જંગલ વિસ્તારમાં એક ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો બેદરકારી પૂર્વક હંકારી લાવી ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માતમાં ટેમ્પોમાં કંડકટર સાઈટની સીટ ઉપર બેસેલ ઈસમનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢનાં કાંટી ગામમાં રહેતા દાઉદભાઈ રંગજીભાઈ ગામિત નાંઓ ગતરોજ મળસ્કે સવારે ચાર વાગ્યાનાં સમયે ઉકાઈ સી.પી.એમ. ખાતે અશોક લેલન્ડ ટેપો નંબર GJ/26/U/0230માં બાવળનાં લાકડાઓ ભરી લઈ ખાલી કરવા માટે આવતાં હતા.
તે દરમિયાન હિંદલા ગામ અને મેઢા ગામની વચ્ચે હાઈવે ઉપર આવતાં જંગલ વિસ્તારમાંથી પોતાના કબ્જાનો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં આવેલ એક ઝાડ સાથે ટેમ્પો અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કંડકટર સાઈટની સીટ ઉપર બેસેલ જયેશભાઈ રાયલાભાઈ ગામીત (રહે.આમથવા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાંને છાતીના ડાબી ભાગે તથા ડાબા પગે સાથળનાં ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઈશાકભાઈ જયેશભાઈ ગામીત નાએ ટેમ્પોનાં ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




