Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહાદેવ સટ્ટાબાજી એપ મામલે બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SIT દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા અને સટ્ટાબાજીની સાઈટ ચલાવવાને લઈને આરોપ લાગ્યો હતો. જે બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત SITએ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી છે. જે બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈની માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, સાહિલ ખાન ધ લાયન બુક એપ નામની સટ્ટાબાજીની એપ સાથે સંકળાયેલો હતો જેમાં તે એપ ચલાવવાથી લઈને તેનુ પ્રમોશન કરતો હતો. મળતી માહિતી મુજબ તે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો એક ભાગ છે. આ કેસમાં મુંબઈ પોલીસે સાહિલની પણ પૂછપરછ કરી હતી. મુંબઈની માટુંગા પોલીસ મહેદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું.

સાહિલે જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને કોર્ટમાંથી રાહત મળી ન હતી. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સાહિલ ખાન આગોતરા જામીન અને કોર્ટમાંથી ધરપકડમાંથી રાહત ન મળતા ફરાર થઈ ગયો હતો. તેણે મુંબઈ છોડી દીધું હતું. જે બાદ પોલીસ તેને સતત શોધી રહી હતી. આ સમયગાળા દરમિયાન સાહિલે પોલીસથી બચવા માટે ઘણી વખત પોતાનું લોકેશન પણ બદલ્યું હતું. અગાઉ રૂ. 15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજીના કેસની તપાસ માટે રચાયેલી SITએ સાહિલ ખાનની પૂછપરછ કરી હતી.

આ પૂછપરછ લગભગ 4 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સાહિલે આ મામલે તેની કોઈ પણ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે તેને આ મામલામાં કોઈ લેવાદેવા નથી. આ કેસ પહેલા માટુંગા પોલીસે નોંધ્યો હતો, ત્યારબાદ તેને તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ SITની રચના કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસે 32 લોકો વિરુદ્ધ અલગથી કેસ નોંધ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ FIRમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ, સૌરભ ચંદ્રાકર, રવિ ઉપલ, શુભમ સોની જેવા ઘણા લોકોના નામ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!