Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાલોડ : ઘરકામ બાબતે બોલાચાલી થતાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ ખાતેની દીપિકાબેન અમિતભાઈ ગામીત (રહે.ટીચકપુરા, વ્યારા) નાને સાસરીમાં ઘરકામ બાબતે બોલાચાલી થતાં તેમનો ભાઈ જયેશભાઈ રમેશભાઈ ગામીત તેણીને ગત તારીખ 17 જાન્યુઆરીએ વાલોડ ઘરે લઈ આવ્યો હતો જોકે બીજા દિવસે તારીખ 18 જાન્યુઆરીએ સવારના અરસામાં દીપિકાબેનની માતા રસીલાબેન તેને ઘર કામ બાબતે સાસરીમાં બોલા ચાલી નહીં કરવા સમજાવ્યું હતું. જેથી દીપિકાને આ વાતનું ખોટું લાગી આવતા તે પછી તેણે ઘરની બાજુમાં આંબાવાડીમાં પડેલી જંતુનાશક દવા પી લીધી હતી જેથી તેણે  સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તારીખ 27 જાન્યુઆરીનાં રોજ દીપિકાબેનનું મોત નિપજ્યું હતું.