Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બાળકીને ચોકલેટની લાલચ આપી દુકાનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું, પોલીસ કરી ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક અતિ શર્મનાક ઘટના બની હતી જેમાં, 72 વર્ષના વૃદ્ધ વ્યક્તિએ કલ્યાણ વિસ્તારમાં આવેલી પોતાની બેકરીમાં એક નવ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાબતે કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આરોપીએ છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને દુકાનની અંદર લઈ ગયો જ્યાં તેણે તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં આરોપીએમાસૂમ બાળકીને ધમકી પણ આપી હતી કે જો તે તેના માતા-પિતાને આ વિશે કહેશે તો તે મારી નાખશે.

નવ વર્ષને માસૂમ બાળકીએ બાદમાં આ ઘટના વિષે તેના માતા-પિતાને જાણ કરી, જેના પગલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અધિકારીએ જણાવ્યું. પોલીસે 1 મેના રોજ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રનફ્રોમસેક્સ્યુઅલઓફેન્સીસ (POCSO) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો અને શનિવારે તેની ધરપકડ પણ કરી લીધી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.