Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના મહાસચિવ ગુલામ સરવર ભારતની મુલાકાતે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ના મહાસચિવ ગુલામ સરવર, પ્રથમ વખત ભારત દેશની મુલાકાતે છે. 2016થી નિષ્ક્રિય રહેલા આ સંગઠનના જનરલ સેક્રેટરીના ભારત પ્રવાસે આવવાને લઈને આપણા દેશનું બીજા દેશો સાથેનું સંકલન અને સંબંધોને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આ મુલાકાત દરમિયાન ગુલામ સરવર વિદેશ સચિવ વિનય ક્વાત્રા, વિદેશ રાજ્ય મંત્રી ડૉ.આરઆર સિંહ અને વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજમુદારને અલગથી મુલાકાત કરશે. આ સિવાય તેઓ સાર્કના ભવિષ્ય પર પણ ભાષણ આપશે. ગયા વર્ષે જ બાંગ્લાદેશી રાજદ્વારી સરવરને સાર્કના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ પદ પર તેમની આ પ્રથમ ભારત મુલાકાત છે.

સાર્કનું છેલ્લું શિખર સંમેલન 2015માં નેપાળમાં યોજાયું હતું અને તેની આગામી બેઠક 2016માં પાકિસ્તાનમાં યોજાશે તે અંગે સહમતિ બની હતી. પરંતુ 2016ના શરૂઆતના મહિનામાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓ દ્વારા ભારત પર અનેક હુમલા બાદ ભારત સરકારે સાર્ક કોન્ફરન્સને લઈને કડક નિર્ણય લીધો હતો.  સાર્ક સંગઠનના અન્ય તમામ સભ્યોએ પણ ભારતને સમર્થન આપ્યું અને સાર્કસમિટ રદ કરવી પડી. ત્યારથી આ સંસ્થા નિષ્ક્રિય પડી રહી છે. તેના બદલે, ભારત BIMSTEC (ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ અને શ્રીલંકાનું સંગઠન)ને મહત્વ આપી રહ્યું છે. જોકે, BIMSTECની પ્રગતિ પણ ખાસ નથી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!