Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સાસુને લોખંડની પાઈપ વડે માર મારતાં ભિલાડ પોલીસમાં બે સામે ફરિયાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે જમીનમાં ખાડો કરતા દરમિયાન તકરાર થઈ હતી. ફરિયાદી ગ્રીષ્માબેન માધવ જોશીના કુટંબિક જેઠ ભાઈઓ દ્વારા ઝઘડો ઉભો કરી ફરિયાદીની 62 વર્ષીય સાસુને લોખંડની પારઇનાં ફટકા મારી હાથના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભિલાડ પોલીસ મથકે 2 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.સરીગામમાં ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં સુગર ચેક કરવા ગયા હતા. ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોદી રહ્યા હતા.

ખાડો કેમ ખોદો છો તેમ કહેતા બાજુમાં ઉભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળા ગાળી કરી ગ્રીષ્માબેનનાં સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા.  જયશ્રીબેને જમીન બાબત શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોષી એ હાથમાં પારાઈ લઈ જયશ્રીબેનને ફટકા મારી ઇજા પહોંચાડી હતી. ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી. બંને ભાઈઓએ જતા જતા ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. બબાલનો આ સમગ્ર વિડીયો બાજુમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ ભીલાડ પોલીસ મથકે ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ભીલાડ પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.