મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ અધિક્ષક તાપી, વ્યારા નાઓએ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024 યોજાનાર હોય જેથી જિલ્લામાં પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 20/04/2024નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સોનગઢનાં ચોરવાડ ગામનાં બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આગળની વધુ કાર્યવાહી કરવા માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
