લાંચિયા લોકોને રંગે હાથ પકડવામાં એસીબીને મળી છે મોટી સફળતા, જમીન વેચાણની નોંધ મંજુર કરાવવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.30,000/-ની લાંચ લેતા બે શખ્સોની એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી)એ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના સંબંધીએ પોતાની જમીન વેચી હોવાથી આ જમીનની વેચાણ નોંધ મંજુર કરાવવી હતી. આ માટે સર્કલ ઓફિસર વતી રમેશ ડી.અખાણીએ રૂ.60,000/-ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ હારીજ પાલિકા કોમ્પ્લેક્સ ખાતે ફરિયાદીની દુકાનમાં જાળ બિછાવી હતી. જેમાં આરોપી રમેશ અખાણીએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી. બાદમાં અન્ય આરોપી વિપુલ પી.પરમારે રૂ.30,000/-ની લાંચ સ્વીકારતા અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.




