Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સાઉથનાં સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાઉથનાં સુપર સ્ટાર અલ્લુ અર્જુનનાં ફેન્સ ‘પુષ્પાઃ ધ રૂલ’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકડાઉન બાદ ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા હતા. અલ્લુ અર્જુન સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં પુષ્પા એટલે અલ્લુ અર્જુન અને રશ્મિકાની જોડી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. પ્રમોશન વિના પણ, આ ફિલ્મે લોકડાઉન પછી જબરદસ્ત કમાણી કરી અને દરેક ભાષાના લોકોનો ઘણો પ્રેમ મળ્યો. ગીતોથી લઈને ડાયલોગ્સ અને એક્ટરના સિગ્નેચર સ્ટેપ્સ સુધી તેણે લોકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે આ ફિલ્મને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. નિર્માતાઓએ સ્પેશિયલ પોસ્ટર સાથે ફિલ્મના બીજા પાર્ટની રિલીઝ ડેટ જાહેર કરી છે.

અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમારની ‘પુષ્પાઃ ધ રૂલ’ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું શૂટિંગ પૂર્ણ થવાના આરે છે. આ ફિલ્મનું પ્રોડક્શન હાઉસ Mythri Movie Makers એ એક પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ તારીખ 15 ઓગસ્ટ, 2024નાં રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ લીડ રોલમાં જોવા મળશે.

‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્માણ મિથરી મૂવી મેકર્સ અને મુત્તમશેટ્ટી મીડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. અલ્લુ અર્જુનના પાત્રની શરૂઆતની જર્ની પુષ્પા ધ રાઇઝમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા ચંદનના દાણચોરના રોલમાં જોવા મળ્યો હતો, જે ધીરે ધીરે મોટો સ્મગલર બની જાય છે. દરમિયાન, પુષ્પા રાજને ઘણા દુશ્મનોનો સામનો કરવો પડે છે, જેમની સાથે અભિનેતા પુષ્પા 2માં ટકરાતો જોવા મળશે. દિગ્દર્શક સુકુમારની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ડિસેમ્બર 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી.