Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢ : વરલી મટકાનો જુગાર રમતા ૩ જુગારીયો ઝડપાયા,કુલ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢના મહુપાડા ગામના સોનગઢ ફાટા પાસેથી એક છાપરામાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા પર આજરોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી,આ રેડમાં ૩ જુગારીયોને જુગારના સાધનો મોબાઈલ ફોન નંગ-૩ અને બાઈક નંગ-૩ સહિત કુલ રૂપિયા ૧,૭૧,૩૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં,જોકે ૨ જુગારીયો ફરાર થઇ જતાં બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ રેડમાં પકડાયેલા જુગારીયાઓ (૧) રાહુલભાઇ ભૂલજીભાઈ ગામીત રહે. કરવંદા ગામ મંદિર ફળિયું – સોનગઢ (૨) દેવસિંગભાઈ રડિયાભાઈ કોંકણી રહે.ચિમેર ગામ કારભારી ફળિયું – સોનગઢ (૩) વિજયભાઈ શુકરભાઈ પવાર રહે.શુબિર ગામ મંદિર ફળિયું તા.સુબીર જી.ડાંગ

વોન્ટેડ આરોપી (૧) નિલેશભાઈ લગન્યાભાઈ ગામીત રહે.કરવંદા ગામ મંદિર ફળિયું – સોનગઢ (૨) જયેશભાઈ વાંત્યાભાઈ બરડે રહે.કાકસાળા ગામ તા.સુબીર જી.ડાંગ