Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ટોમ ક્રુઝ અને તેની રશિયન ગર્લફ્રેન્ડ એલસિના ખાયરોવાનું બ્રેકઅપ થયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મિશન ઈમ્પોસિબલ અને ટોપ ગન મેવરિક્સ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ અંગત કારણોસર ફરી ચર્ચામાં છે. પાછલા કેટલાક સમયથી ટોમ અને રશિયન ગર્લફ્રેન્ડ એલસિના ખાયરોવા વચ્ચે નિકટતા વધી હતી. તેઓ હંમેશા જાહેર પ્રસંગે સાથે જોવા મળતા હતા. 61 વર્ષના ટોમ અને 36 વર્ષીય એલસિના વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું ચર્ચાય છે.  ટોમ ક્રુઝ અને એલસિના લંડન ખાતે એક જ બ્લોકમાં રહે છે.

પરંતુ લંડન ખાતે યોજાયેલી ચેરિટી ઈવેન્ટમાં તેઓ અલગ-અલગ પહોંચ્યા હતા. જેના કારણે બ્રેકઅપની અટકળોને વેગ મળ્યો હતો. એલસિના ખાયરોવાના લગ્ન રશિયન અબજોપતિ ડિમિટ્રિ ટ્વેટ્કોવ સાથે થયા હતા. આ લગ્નથી એલસિનાએ એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો. 2021ના વર્ષમાં તેમના ડાઈવોર્સ થયા હતા. એક અંદાજ મુજબ આ છૂટાછેડાથી એલસિનાને 1888 મિલિયન ડોલર મળ્યા હતા. એલસિનાના પિતા રશિયાના રાજકારણમાં મોટી વગ ધરાવે છે અને પ્રમુખ પુતિનના નિકટના સાથીદાર છે. ટોમ ક્રુઝ લંડન ખાતેના પોતાના પેન્ટહાઉસમાં સન્ડે ટી પાર્ટી રાખતો હોય છે.

આ પાર્ટી દરમિયાન કોમન ફ્રેન્ડ મારફતે એલસિનાની મુલાકાત થઈ હતી. ડિસેમ્બર મહિનાથી તેઓ એકબીજા સાથે ડેટિંગ કરતા હતા. થોડા સમય પહેલા ટોમ ક્રુઝે એલસિનાના સંતાનો સાથે પણ મુલાકાત કરી હતી. ટોમ ક્રુઝના પ્રથમ લગ્ન નિકોલ કિડમેન સાથે કર્યા હતા. તેમણે દીકરી ઈઝાબેલા અને દીકરા કોનોરને દત્તક લીધા હતા. ક્રુઝના દત્તક સંતાનોની વય હાલ 30 વર્ષ કરતાં વધુ છે. કેટી હોમ્સ સાથેના લગ્ન પણ લાંબુ ટક્યા ન હતા. ઘણાં સમય સુધી સિંગલ રહેલા ટોમ ક્રુઝને રશિયન ગર્લફ્રેન્ડનો સાથ ગમતો હતો. તેમની વચ્ચે બ્રેકઅપના કારણ હજુ જાણી શકાયા નથી.