સુરત ખાતે ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર ઇન્કમેક્સે દરોડા પાડ્યા છે. એક સાથે 10 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સ્થળો પર પણ તપાસ શરુ થઇ છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે સાથેજ સુરત શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના દરોડાના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.




