Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શુભમન ગિલે ત્રીજી ટેસ્ટ સેન્ચુરી ફટકારી ટીકાકારોના મોં બંધ કરી દીધા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હવે શુભમન ગીલે પોતાના ટીકાકારોને બેટથી જવાબ આપ્યો છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં બેટ્સમેન સતત પેવેલિયન પરત ફરી રહ્યા છે, પરંતુ શુભમન ગિલે પિચ પર અડીખમ છે. શુભમન ગિલે 147 બોલમાં 104 રન ફટકાર્યા હતા. તેણે આ દરમિયાન 11 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. 56મી ઓવરમાં શુભમન ગિલ શોએબ બશીરનમી ઓવરમાં ફોક્સના હાથે કેચ આઉટ થયો હતો.  આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 396 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે 209 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 253 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 143 રનની લીડ મળી હતી. આ સાથે જ હવે ભારતીય ટીમની લીડ 200થી વધુ રનની થઈ.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!