Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ટ્રક ચાલકે બળદ ગાડાને અડફેટે લેતા બળદ ગાડાના ચાલકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના માંગરોળમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક ચાલકે બળદ ગાડાને અડફેટે લેતા બળદ ગાડાનાચાલકનું મોત નીપડ્યું હતું. તે સિવાય ત્રણ બળદોના પણ મોત નીપજ્યા હતા. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડાના ચાલક ઉપરાંત ત્રણ અબોલ પશુના પણ કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો ખૂબ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.બીજીતરફ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પોચીને આગળની તપાસ હાથ ધરી છે.