Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર સંચાલન ‘તેજસ્વિની’ દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, તાપી દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કલેકટર સભાખંડ ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાલિકા સ્નેહાકુમારી રાણાના અધ્યક્ષસ્થાને આજની “તેજસ્વિની જિલ્લા પંચાયત”ની સામાન્ય સભા યોજાઇ હતી. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખએ જન્મ અને શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક દુષણો, જાતિગત સમાનતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે તેમણે તાપી જિલ્લામાં આગામી ચુંટણી સંદર્ભે મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦ ટકા મહિલા અનામત વિશે સૌને જાગૃત કરવા અંગે ઉચ્ચ અધિકારી બાલીકાશ્રીઓને જરૂરી સુચનો કર્યા હતા. આ પ્રસંગે તાપી જિલ્લાની તેજસ્વિની પંચાયતના કાર્યક્રમમાં જન્મ અને શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક દુષણો, જાતિસમાનતા તથા અધિકાર અને મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં ૫૦ ટકા મહિલા અનામાત વિશે બાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પ્રસંગે બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો, તથા દીકરીના નામની નેમ પ્લેટ સહિતના લાભો અર્પણ કરાયાં હતાં. તેમજ દીકરીઓને સમાજમાં સમાન દરજ્જો મળે, શ્રેષ્ઠ શિક્ષણ તેમજ સલામતી મળે અને દીકરીઓ આત્મનિર્ભર બને તે અંગે “બેટી બચાવો બેટી પઢાઓ”ના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા. બોક્ષ રાષ્ટ્રીય બાલિકા દિવસની તાપી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સમગ્ર સંચાલન તાપી જિલ્લાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તમામ ઉપસ્થિત દિકરીઓને પોતાના હકો અને અધિકારો અંગે જાગૃત બનવા સહિત સમગ્ર જિલ્લાને વિકાસના પંથે આગળ ધપાવવા પોતાનુ સક્રિય યોગદાન આપવા પોતાના પરિવાર સહિત આજુબાજુ રહેતી તમામ દિકરીના આરોગ્યની દરકાર કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે ખાસ કરીને હિમોગ્લોબિન તથા સીકલસેલ ટેસ્ટ કરાવવા અને અન્ય નાગરીકોને પણ જાગૃત કરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી તમામ દિકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે તમને અહિંયા સામન્ય સભા યોજવાનો જે અવસર મળ્યો છે એ ખરેખર તમારા માટે ગૌરવની વાત છે. દીકરીઓ આજે સમાજના દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને જેના માટે સરકાર આવા અવરનવાર કાર્યક્રમો કરી રહી છે.