Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નરેન્દ્ર મોદી આવતા વર્ષે રીટાયર થશે અને અમિત શાહને પી.એમ. બનાવશે : અરવિંદ કેજરીવાલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુપ્રી કોર્ટ દ્વારા વચગાળાના જમીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવયના બીજા દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સી.એમ.કેજરીવાલ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમાં પંજાબના સીએમ ભગવંત માન પણ મંચ પર હાજર રહ્યા હતા. પોતાના ભાષણમાં પંજાબના સી.એમ. ભગવંત માને કહ્યું હતું કે, પી.એમ.મોદીને ત્રણ તબક્કાની ચૂંટણીમાં ખબર પડી ગઈ છે કે આ વખતે તે 400ને પાર નહીં કરે. સરમુખત્યાર શાહીનો એક જ યુગ છે અને તે છે કેજરીવાલ. કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે. તમે એક વ્યક્તિને જેલમાં નાખી શકો છો, પરંતુ તમે વિચારને જેલમાં કેવી રીતે નાખશો?

અરવિંદ કેજરીવાલે પણ ભાષણ શરુ કરતા ની સાથેજ જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે અપેક્ષા નહોતી કે ચૂંટણી સમયે હું બહાર આવી શકીશ. અમારી પાર્ટી અને દેશવાસીઓ બજરંગબલીના આશીર્વાદ ધરાવે છે. એક ચમત્કાર થયો અને હું તમારી વચ્ચે છું. હું જેલમાંથી સીધો જનતા સમક્ષ આવ્યો છું. આપણી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે જે માત્ર 2 રાજ્યોમાં છે. પી.એમ.મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો મોટી પાર્ટીઓના ચાર મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવે તો પાર્ટી બરબાદ થઈ જાય છે.

પરંતુ AAP સાથે આવું ન થયું. આ એક વિચાર છે જે હંમેશા વધશે. આપ નેતા અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે જો પીએમ મોદી આ લોકસભાની ચૂંટણી જીતી જશે તો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે અને દાવો કર્યો કે તેઓ 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. PM મોદી આવતા વર્ષે અમિત શાહને PM બનાવશે. મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા, તેઓ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે પીએમ મોદી કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે પરંતુ તેમણે દેશના સૌથી મોટા ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમણે આવા લોકો સામે ED-CBIના તમામ કેસ બંધ કરી દીધા. હું પી.એમ.મોદીને કહેવા માંગુ છું કે જો તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો કેજરીવાલ પાસેથી શીખો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!