Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

એરપોર્ટ પરથી સાત કિલો સોના સાથે એક વિદેશી મહિલા સહિત અન્ય એક પ્રવાસીની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનાની દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે, જેમાં પુણે એરપોર્ટ પરથી આશરે સાત કિલો સોના સાથે એક વિદેશી મહિલા સહિત અન્ય એક પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ પુણે એરપોર્ટ પરથી કુલ છ કિલો ૯૧૨ ગ્રામ સોના સાથે દુબઈની એક મહિલા સહિત બે મુસાફરોની ધરપકડ કરી હતી. જપ્ત કરાયેલા સોનાની કિંમત ૩.૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ડીઆરઆઈના અધિકારીઓ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.ડીઆરઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે દુબઈથી સોનાની દાણચોરીની ગુપ્ત માહિતી મળી હતી. તેના આધારે ડીઆરઆઈની ટીમ પુણે એરપોર્ટ પર પ્રવાસીઓની હિલચાલ પર નજર રાખી હતી. દુબઈથી આવેલી એક મહિલા અને પ્રવાસીને પુણે એરપોર્ટ પર શંકાસ્પદ હાલતમાં જોવામાં આવ્યા હતા અને તેઓ ઝડપથી એરપોર્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બંને મુસાફરો પર શંકા જતા ડીઆરઆઈની ટીમે બંનેને રોકીને તલાશી લીધી હતી.આ બંનેના પટ્ટા અને ખિસ્સામાંથી છ કિલો ૯૧૨ ગ્રામ સોનાનો પાવડર મળી આવ્યો હતો. આ બનાવ પછી ડીઆરઆઈની ટીમે બંને જણની ધરપકડ કરી હતી. આ મામલે સઘન તપાસ ચાલી રહી છે, એમાં અધિકારીએ જણાવ્યું હતું.