Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બે દિવસ અગાઉ એર ઈન્ડિયા એક્સપ્રેસ ના કેબિન ક્રૂસભ્યોનું એક જુથ બીમાર હોવાનું કહ્યું રજા પર ઉતર્યું હતું. તેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે 25 વધુ સભ્યોને બળતરફ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં આ તમામ મામલાનું સમાધાન આવી ગયું છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસનીબેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં એરલાઈ દ્વારા તમામ બરતરફ કરાયેલા કેબિનક્રૂ સભ્યોને ફરીથી પાછા લેવા માટે સંમત્તીદર્શાવી છે. તમામ કેબિનક્રૂ સભ્યોને તાત્કાલિક પાછા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પણ કામ પર પાછા ફરવા સંમત થયા છે. મુખ્ય શ્રમ આયુક્ત દ્વારા બપોરે 2 વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા ક્રૂઓ વચ્ચે બેઠક થઈ હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસે ‘સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી હતી.

આ કર્મચારીઓના હડતાલ પાછળનું કારણ રોજગારની શરતો હતી. આ તમામ કર્મચારીઓ નવી શરતનો વિરોધ કરી રહ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ દ્વારા વિરોધ કે વિદ્રોહનો આ પહેલો કિસ્સો નથી. ગયા મહિને, એર ઇન્ડિયા એક્સપ્રેસ કેબિનક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આરોપ લગાવ્યો હતો કે એરલાઇન નું મેનેજમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી અને કર્મચારીઓ સાથેના વ્યવહારમાં સમાનતાનો અભાવ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન નામના રજિસ્ટર્ડ યુનિયને એવો પણ આક્ષેપ કર્યો હતો કે મામલાના ગેરવહીવટ જોવા મળ્યો છે.