સુરતનાં અડાજણમાં એક 14 વર્ષની સગીરા ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકની લાગણી છવાઈ ગયો હતો અને જમીન ઉપર મૃત હાલતમાં પડેલી સગીરાના ગળા ઉપર નિશાન અને પંખા ઉપર લટકતો દુપટ્ટાને લઈ પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ હતી. જોકે તપાસના અંતે સગીરાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અડાજણમાં કલાપી એપાર્ટમેન્ટમાં રહેતા જયવંત શિંદેની દીકરી કાવ્યા (ઉ.વ.14)એ આપઘાત કર્યો છે. પરિવારમાં એક દીકરો અને એક દીકરી હતા. જોકે ગુરુવારે સાંજે કાવ્યાએ આપઘાત કર્યો હતો. માતા-પિતા અને મોટો ભાઈ સાંજે કામ પરથી પરત આવ્યા ત્યારે કાવ્યાનો મૃતદેહ બેડરૂમમાં જમીન પર પડ્યો હતો અને પંખા ઉપર દુપટ્ટો લટકી રહ્યો હતો તેમજ દરવાજો અડધો ખુલ્લો હતો. પરિવાર કાવ્યાનો મૃતદેહ જોઈ શોકમાં સરી પડ્યો હતો.
ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી. કાવ્યાના ગળા ઉપર નિશાન જોઈ પોલીસ આશ્ચર્યમાં મુકાઈ હતી. જોકે તપાસ બાદ એ સ્પષ્ટ થતું હતું કે, કાવ્યાએ ફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું હતું. ફાંસો ખાધા બાદ દુપટ્ટાની ગાંઠ છૂટી ગઈ હોય અને કાવ્યા જમીન પર પડી હોય એવું તારણ કાઢવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ બાદ કાવ્યા ખેંચની બીમારીમાં સપડાઈ હતી. તેથી તે માનસિક તણાવ અનુભવતી હતી. ગુરુવારે પરિવાર સાથે ચા-નાસ્તો કર્યા બાદ રૂમમાં ગઈ હતી. ત્યારબાદ તેનો મૃતદેહ જ જોવા મળ્યો હતો. ઘટના અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી.




