મહેસાણાથી એક સગીરાને ભગાડીને વ્યારા તાલુકામાં આવેલ આરોપીને બાતમીના આધારે વ્યારા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાનાં એક ગામની 15 વર્ષીય સગીરાને આકાશ વિષ્ણુભાઈ રાવળ (રહે.કડી, મહેસાણા)ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના કે કોઈ ગુનાહિત કૃત્ય કરવાના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશન ખાતે થઈ હતી. જયારે આરોપી સગીરાને લઈને વ્યારા તાલુકાના કસવાવ વિસ્તારમાં હોવાની બાતમી પોલીસને મળતા વ્યારા પોલીસે સ્થળ ઉપર પહોંચી આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




