સુરત શહેરનાં ચોક બજાર વિસ્તારમાં 22 વર્ષીય યુવતી અચાનક રોડ પર બેભાન થઈ ગઈ હતી. અચાનક જ રસ્તા પર યુવતી પડી જતાં આસપાસનાં લોકો તથા નજીકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી પણ દોડી ગઈ હતી. મહિલા પોલીસ કર્મચારીએ તાત્કાલિક સીપીઆર અને માઉથ-ટ-માઉથ આપી યુવતીને પ્રાથમિક સારવાર આપી હતી. થોડી જ વારમાં યુવતી હોંશમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેણીને પોલીસના વાહનમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસે કહ્યું કે, હાર્ટ એટેકના બનાવ બન્યા બાદ પોલીસ કર્મચારીઓને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી છે, જેથી પોલીસ કર્મચારીઓ લોકોની મદદ કરી શકે. તે તાલીમ આજે કામમાં આવી.




